Tuesday, July 26, 2016

ડાચુ

તમે સદીઓથી તમારું ડાચુ જોઈને થાકયા નથી મૂંછનાં વાળનાં સેટિંગથી કદી કંટાળ્યા નથી મેક-અપનાં માપ અને લિપસ્ટિકનાં શેડ્સથી તરબતર તમારા ડ્રોઈંગરૃમનું મિરર અહો કેટલું હેપ્પી ! ડેલીએ લટકતા આઈનાનો દોમ તો પરમ પવિત્ર સંસ્કૃતિનું પ્રકાશપુંજ સમ. વેદોથી લઈને ઉપનિષદો, બ્રાહ્મણગ્રંથોથી લઈને સ્મૃતિઓ-પુરાણોની લાલિમાથી લથપથ તમારો આ અરીસો હું અવળો ફેરવી દઉં ? હવે, તમને તમારો વાંસો દેખાય છે ? ગોરીચટ્ટ કે પછી ડાઘાડુઘીવાળી ગાંડ તમને દેખાય છે ? બસ, આ ઉઘાડી ગાંડ અને નાગો બરડો એ જ સત્ય છે. તમે એને જુઓ, જોયા જ કરો, જોયા જ કરો.... એમાં તમને દેખાશે ઈકોતેર પેઢીઓની ધરોહર એમાં તમને દેખાશે વૈતરણી પાર કરવા પકડવાનું પૂંછડુ, દેખાય છે ને ? હવે અરીસો સીધો કરીને ફરીથી જોઈ શકો છો તમારું ડાચુ તમને ખુદનાં ચહેરાને બદલે ગાંડ અને બરડો દેખાય તો હજી આપણે વાત કરી એમ છીએ અન્યથા હુંં અરીસો તમારા મોઢે મારીશ. - મેહુલ મંગુબહેન, 25 જુલાઈ 2016