Saturday, January 31, 2015

ઢાંકણું

તમ ગમ્મે એ ધારતા હોવ
પણ હું તમન કવ ક માણહ હૂં સ !
માણહ નહિ બે હાથ ન બે પગ
માણહ નહિ બે ઓસ્યો ન એક ભોડુ
માણહ તો હારો બોઈલરનું ઢાંકણું સ
મઇ ભડભડ ન બાર બધુય બંધ.
કોલસા ઝીકાયે જાય ન કારખાનું હેડ્યા કર સડસડાટ
વાખેલા ઢાંકણાની મઇ !
બીજાનું તો હૂં કવ મુ ?
હાળો મુય ઢાંકણું જ સુ ન !
મન તો ઘણુય થાય ક એક બીડી ખેંચીન હેંડવા માંડું ઝાંપા બાર્ય
પણ ઘોડીનું ઢાંકણું ખુલ જ નઈ
હામે દેખાય ગેલ્સપ્પો લખચોરાશી જેવો ઝાંપો
પગમાં જામ્યા કર થર રખ્યાના
માથે ઉડ્યા કર ધુમાડો કાળોમેશ
પાલી બદલાય
ઢાંકણું ઘડીક ખુલ ન પાછુ થઇ જાય સજડબમ
પસી એમ થાય ક
કોક દન ડબલ* મ હોઉં ન બોઈલર ફાટ તો ચેવી મજા પડઅ !
મુયા મર બે ચાર
હાળુ ઢાંકણું તો તૂટઅ ધડામ !


- મેહુલ મંગુબહેન, 28 જાન્યુઆરી 2015
( * 
ડબલ : સળંગ બીજી પાળી માટે કારખાનામાં વપરાતો શબ્દ )