Monday, September 2, 2013

ભૂતિયા અને ચુડેલિયા કવિઓ માટેની ગઝલ


બધી બાજુએથી મેં જોઈ, તપાસી, પારખી છે.
સાચું કે' દોસ્ત, તારી આ ગઝલ કોણે લખી છે ?

તારી લાચારીમાં તો નશો ય નથી ''મરીઝ'' સમ,
નર્યા વાટકી વહેવારના દાળશાકની ગંધ ભરી છે.

અહો ! ધુમાડાના ગોટેગોટ ઉડી આવ્યા ક્યાંથી ?
કરો તપાસ આ સાંભળી ક્યાં, કોની, કેવી બળી છે !

સબૂર, ઓકેલું બધુયે કાગળ સમેત ગળવું પડશે,
ગાફેલ ન રહેજે  કે મેં અમસ્તી સળી કરી છે.

આ ઇનામો, અકરામો ને વાહવાહની લ્હાયમાં,
વ્હાલી ગુજરાતી કવિતા કયાંક રખડી પડી છે.

- મેહુલ મકવાણા, ૧૯/ ૧ / ૨૦૧૨, અમદાવાદ