Monday, August 1, 2011

મુંઝારો


ખોલો કમાડ ને આવે એ બહાર,
કદી સીધો, કદી પરબારો...
મુંઝારો..
આખો જન્મારો..મુંઝારો..

મારું લોહી બાદ, નજર બાદ
મારા નેણ ભીના, સુકો સાદ
નઈ મારી મેનતનો કદી સરવાળો
મુંઝારો..
આખો જન્મારો..મુંઝારો..

માંડ ઉંબરો ઓળંગ્યો મેં આંગણ સુધી,
કદી પાધરની ઈચ્છા જો પીંડી એ પુગી,
એક ડગલું માંડું ને ચૂકું ધબકારો
મુંઝારો..
આખો જન્મારો..મુંઝારો..

-મેહુલ મકવાણા, ડુંગરો ડોલ્યો નાટકનું ગીત, ૨૦૦૮-૦૯