Saturday, May 29, 2010

સુન્ન. Numb


( મારા દોસ્ત Stalin ને આગળની પોસ્ટમાં મુકેલી ગઝલ બહુ જ ગમી છે અને તેમને તેનો અંગ્રેજીમાં અનુદિત કરી છે તે આપ સહુ માટે મુકું છુ. આશા છે કે આપને ગમશે, Thank you Stalin )

a Numb
Ocean, wind and sand numb,
Memory, tear and soul numb.


Corpse hanging on fan swirls a circle,
Cart, plough and farm numb.


I just sketched sun on a slate and,
Hamlet, Caste and toil numb.


City once again wakes to riot,
Religion, duty and faith numb.

[Translated by Stalin K]

સુન્ન

દરિયો , પવન ને રેત બધુય સુન્ન.
યાદ , આંસુ ને હેત બધુય સુન્ન.

પંખે લટકે લાશ ફરતે કુંડાળું ,
ગાડું , હળ ને ખેત બધુય સુન્ન.

ચીતર્યો સુરજ પાટી પર એમાં ,
વાહ ,વરણ ને વેઠ બધુય સુન્ન.

થયો કાંકરીચાળો ફરી નગરમાં,
ધરમ, કરમ ને ટેક બધુય સુન્ન.

-મેહુલ મકવાણા, કાનપુર , ૧૩ મે ૨૦૧૦

Thursday, May 27, 2010

દરિયો , પવન ને રેત બધુય સુન્ન.
યાદ , આંસુ ને હેત બધુય સુન્ન.

પંખે લટકે લાશ ફરતે કુંડાળું ,
ગાડું , હળ ને ખેત બધુય સુન્ન.

ચીતર્યો સુરજ પાટી પર એમાં ,
વાહ ,વરણ ને વેઠ બધુય સુન્ન.

થયો કાંકરીચાળો ફરી નગરમાં ,
ધરમ, કરમ ને ટેક બધુય સુન્ન.

-મેહુલ મકવાણા , કાનપુર, ૧૩ મે , ૨૦૧૦

Sunday, May 2, 2010

પાટનગરનો પોપટ


આંખો ટેવાઈ જશે રોશનીથી,
આભને આંબશે આતશબાજીઓ,
ભુલાઈ જશે સહુ હત્યાઓ અને આત્મહત્યાઓના માતમ
વિસરાઈ જશે પ્રજાની સહુ વિમાસણ,
હોડીઓ ભલે આવી ન હો પાછી દરિયેથી,
શેઢા ભલે હો હજુયે સુકા,
શાક વગર ભલેને ખાય
ગોધરીયા રોટલા લુક્ખા.
પાટનગરનો પોપટ પઢશે મીઠી વાણી,
"પરજા ભૂખી નથી,
પરજા દુખી નથી,
પરજા તરસી નથી,
પરજા આંબાની ડાળ,
પરજા સરોવરની પાળ,
પરજા કિલ્લોલ કરે "
પાટનગરનો પોપટ કરશે જાહેરાત,
" મારું સોને મઢ્યું ગુજરાત,
મારું રૂપે જડ્યું ગુજરાત "
-મેહુલ મકવાણા , ૩૦ એપ્રિલ ૨૦૧૦